Friday, August 21, 2015

LOVE

મિત્રો,

હિરલાં અને વીરલા બેય ની ભાઈબંધી નું એક રહસ્ય આજે હું તમને કહું છું એના વિષે મને પોતાનેય ન્હોતી ખબર બોલો!
અને બધાંયને કેહવાની રઈ ગઇતી.

હું લગભગ એકાદ વરસ થ્યા "હિરલોવીરલો" મારા કાલ્પનિક પાત્રો હિરલાં અને વીરલા બે ભાઈબંધો ની મોજ, મસ્તી, મજાક ની (અદભુત વાતું :P ) વાતું ફેસબુક ઉપર લખું છું.

મેં પાંચ મહિના પેહલાં જ હિરલાં અને વીરલા ની વાતું share કરવા માટેની website "હિરલોવીરલો.ઈન" ગુગલના બ્લોગર પ્લેટફોર્મ ઉપર લખવાની શરુ કયરી. મેં આ domain name તો વહેલું જ લઇ લીધેલું અને ઈ domain name લીધું ત્યારે જ વિચાયરુંતું કે આ website શરુ કરું પણ શરુ થોડી મોળી કરેલી.

હું ગુજરાતીમાં જ લખું છું પણ website બનાવીતી એટલે એની માટે domain name તો English માં જ લઈ શકીએ. તો જયારે domain name લેવાનું હતું ત્યારે મેં આ બેય સનેડાવ ના નામને ભેગાં કયરા ત્યારે ધ્યાનથી જોયું ત્યારે તરત મેં domain name લઇ લીધું. કારણ ઈ બેય જણા જેવું અદભુત જ હતું ખરેખર!

હિરલો અને વીરલો બેયના English માં લખેલાં નામનાં સ્પેલિંગ માં વચ્ચે એક અદભુત શબ્દ બનતો જોયો.

તમેય વાંચો :

"HirloVeerlo"

"Hir LOVE erlo"

બેયને જોડતો શબ્દ છે : "LOVE" = "પ્રેમ"

કોકવાર તો કુદરતય આપણને આવી નાની નાની surprises આપે છે. પ્રકૃતિ આપણને કેટકેટલું આપે છે જીવનમાં. અને હું માનું છું ત્યાં સુધી આય છે પ્રકૃતિએ મને આપેલી એક નાનકડી એવી મસ્ત પ્રેમ ની surprise.

http://www.hirloveerlo.in


જય મહાકાલ

No comments:

Post a Comment